ચેતન પટેલ, સુરત: એક મહત્વના સમાચાર આવ્યાં છે. સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) થી આજથી તમામ શ્રમિક ટ્રેનોને (Shramik Special train) બંધ કરાઈ છે. કોઈ પણ શ્રમિક ટ્રેન હવે પછી દોડાવવામાં આવશે નહીં.
સુરત (Surat) કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઓડિશાની ગત રોજ 3 ટ્રેન રદ કરાઈ હતી. જો કે પશ્ચિમ બંગાળ માટેની ટ્રેન ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે. આ અગાઉ શુક્રવારે મુસાફરોના અભાવે 7 ટ્રેન રદ કરાઈ હતી. તે પહેલા 10 ટ્રેનો પણ આ રીતે કેન્સલ કરાઈ હતી.
વધુ 14 પોઝિટિવ કેસ
સુરતમાં શનિવારે મોડી સાંજે પણ બીજા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ શનિવારે કુલ 59 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જુઓ LIVE TV
હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને 150 કરોડનું નુકસાન
કોરોનાના પગલે કરાયેલા લોકડાઉનથી હોટલ અને રેસ્ટોરન્ટને 150 કરોડનું નુકસાન થયું છે. સુરતમાં 3 હજાર હોટલ અને રેસ્ટોરન્ટ આવેલી છે. સરકારને 12 કરોડ જીએસટીનું નુકસાન થયું છે. કેન્દ્ર સરકારને છૂટછાટના નિયમને તેમણે આવકાર્યો છે. જો કે કરફ્યૂમાં હજુ થોડી છૂટ આપવામાં આવે તેવી તેમણે માગણી કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે